હાલોલ: હાલોલ શાકભાજી માર્કેટમાં લારીઓ સંચાલકો અને પાલિકાની ટીમ વચ્ચે ચકમકભર્યો માહોલ સર્જાયો,પોલીસ દખલ બાદ દબાણો દૂર કરાયા
હાલોલના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આજે મંગળવારે સાંજે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત ચાર સુપરવાઈઝરો રોડ રસ્તા ખુલ્લા કરાવવા નીકળ્યા ત્યારે મામલો બિચકયો અને શાકભાજી અને ફ્રુટની કેટલીક લારીઓના વેપારીઓએ પાલિકાના કર્મચારીઓ પર હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે,જેના કારણે સ્થળ પર તણાવની સ્થિતિ ઊભી થઈ હતી જ્યારે પાલિકાની ટીમ અને પોલીસે માર્કેટમાં પહોંચી દબાણો દૂર કરાયા હતા