લીંબડી: લીંબડી શહેરમાં વિકાસના કામોનો ધમધમાટ ભીમનાથ, ઉમૈયા સોસાયટી થી હાઇવે સુધી નવા રોડ નુ કામ હાથ ધરાતા લોકોમાં આનંદ ની લાગણી
ભાજપ શાસિત લીંબડી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ વિકાસ ના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. નારૂભા સાહેબ ના ખાચા વાળો રોડ તથા સંઘાડિયા બજાર, બાદ હવે લીંબડી હાઇવે થી ઉમૈયા સોસાયટી વિસ્તારનો આઇકોની રોડે લીંબડી ની શોભા વધારી છે તો ભલગામડા ગેટ થી ભીમનાથ સોસાયટી રોડ થી ઉમૈયા સોસાયટી સુધી નો બિસ્માર રસ્તો પાકો મજબુત બનતા ચોમાસામાં તુટી જતા રોડ ની સમસ્યા કાયમી ધોરણે ઉકેલ આવતા લોકોમાં આનંદ ની લાગણી છવાઈ છે.