ભુજ: ભુજમાં વાહન હડફેટે મહિલા ઘવાયા
Bhuj, Kutch | Oct 14, 2025 શહેરમાં બજાર વિસ્તારમાં મેમણ પાન નજીક અકસ્માત સર્જાયો હતો જેમા મહિલાને ઈજાઓ થઈ હતી. ફરિયાદી ગફુર ઓસમાણગની ઘાચીના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમની માતાને ટક્કર મારતા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઇ હતી.વાહનચાલકે પુરઝડપે ગાડી ચલાવી આ અકસ્માત કર્યો હતો જેથી એ ડીવીઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.