મહારાષ્ટ્ર રાજ્યમાં આજે ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપ અને તેની યુતિને જોરદાર જીત મળી છે. આ જીતને લઈ પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, મહામંત્રી કુલદીપસિંહ સોંલકી, મંત્રી પરેશભાઈ ચૌહાણ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.