જૂનાગઢ: ખામધ્રોળ નજીકથી ક્રાઈમ બ્રાન્ચે દારૂ બિયરનો જથ્થો અને વાહનો મળી કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ખામધ્રોળ પાસેથી રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ટીન મળી કુલ રૂ.12 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂનો જથ્થો તથા વાહન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.