શહેરા: મોરવાહડફના ભંડોઇ ગામે ખેતરમાં ઘાસ કાપતી આધેડ મહિલાનું સાપ કરડતા મોત
પ્રાપ્ત વિગતો અનુસાર મોરવાહડફ તાલુકાના ભંડોઈ ગામના મંદિર ફળીયામાં રહેતી લીલાબેન રામસીંગભાઈ મકવાણા નામની ૫૫ વર્ષીય આધેડ મહિલા પોતાના ખેતરમાં ઘાસ કાપતા હતા તે સમયે ઘાસ કાપતી વેળા એ અચાનક તેઓને હાથના ભાગ ઝેરી ઝાપ કરડી જતાં તેઓનું મોત નિપજ્યું હતું.