શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલ ડાંગરિયા ફળીયામાં ગત એકાદ માસ અગાઉ કોઈ અગમ્ય કારણોસર ત્રણ જેટલા રહેણાંક મકાનોમાં આગ લાગવાની ઘટના બની હતી,ત્યારે શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારોની હાજરીમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે ત્રણેક મકાન માલિકોને રૂ.૮૦ - ૮૦ હજારની સહાયના ચેક અર્પણ કરાયા હતા.