આણંદ શહેર: 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026 આણંદ ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અનંગ રાવત
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નિયુક્ત થયેલા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતએ કલેકટર કચેરી આણંદ ખાતે કાર્યરત ઈ.એમ.એમ.સી. (ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ) સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું આ સમયે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક શ્રી હેતલભાઇ દવે એ ખચૅ નિરીક્ષકશ્રીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયા માં આવતી જાહેરાત અને સમાચારની ચકાસણી બાબતોથી વાકેફ કર્યા