સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. મૃતકના હાથ-પગ બાંધેલી હાલતમાં અને માથા પર બોથડ પદાર્થના ઘા માર્યા હોવાથી પ્રાથમિક દૃષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓની ધરપકડ કરી અને હત્યા પાછળનું કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાનું જણાવ્યું છે.