વલભીપુર શહેરમાં બપોરે 1.30 કલાકે બુદ્ધેશ્વર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગ એડવોકેટ વલ્લભભાઈ જાદવની ઓફિસમાં લાગી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું. સ્થાનિક લોકોએ આગના ધુમાડાના ગોટેગોટા જોઈને તાત્કાલિક વલભીપુર ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.આગને કારણે વકીલની ઓફિસમાં રાખેલા મહત્વના દસ્તાવેજો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા.