તળાજા: તળાજા મહુવા ચોકડી પર બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત
તળાજા શહેરના મહુવા ચોકડી વિસ્તારમાં બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તળાજા તાલુકાના રામપરા ગામના રહેવાસી ભગુભાઈ ચોપડાને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. હાલ ભગુભાઈ ચોપડાની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વ