પલસાણા: ભુસાવલ-સુરત રેલ્વે લાઇન પર અંત્રોલી ગામની હદમાં અજાણ્યા વ્યક્તિનું ટ્રેન અડફેટે મોત
Palsana, Surat | Oct 13, 2025 થાંભલા નંબર ૮/૩૩થી ૮/૩૧ વચ્ચે એક અજાણ્યા પુરુષનું ટ્રેન અડફેટે આવતાં મોત નીપજ્યું છે. મૃતકની ઉંમર આશરે ૩૦થી ૩૫ વર્ષની છે અને તેનું નામ-સરનામું જાણી શકાયું નથી. મૃતક શ્યામ વર્ણનો, ઊંચાઈ ૫ ફૂટ ૬ ઇંચનો હતો. તેણે જાંબલી રંગનું ફુલ બાંયનું શર્ટ અને ડાર્ક બ્લ્યુ જીન્સ પહેરેલું હતું. જમણા હાથમાં લાલ દોરો બાંધેલો હતો અને તે પગે ઉઘાડો હતો. અકસ્માતમાં તેને માથાના કપાળના ભાગે તથા બંને પગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું.