તળાજા: તળાજાના ગોપનાથ રોડ પર બિનકાયદેસર દબાણ સામે તંત્રની કાર્યવાહી, ડિમોલેશન શરૂ
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગોપનાથ રોડ પર આવેલ વિસ્તારમાં બિનકાયદેસર દબાણ દૂર કરવા તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તળાજાના ગોપનાથ રોડ ઉપર લક્ષ્મી નગર સામે આવેલ સર્વે નંબર ૩૭ વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન તળાજા મામલતદાર કચેરીની ટીમ, પીજીવીસીએલ વિભાગ તેમજ પોલીસ વિભાગનો ચુસ્ત અન