થરાદ: થરાદ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ પરિવારોને મીઠાઈ વિતરણ કરાયું
દિવાળી પર્વના પાવન અવસર પર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ તથા પોલીસ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ દ્વારા અનોખી માનવસેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.આ પ્રસંગે પરમાર રેખાબેન (મહિલા અને બાળ વિકાસ વિભાગ – ગૃહ વિભાગ – પોલીસ સપોર્ટ સેન્ટર) પોતાની ટીમ સાથે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી ગરીબ અને વંચિત પરિવારોને દિવાળીના તહેવારની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે તહેવારની ખુશીઓ વહેંચવા માટે મીઠાઈનું વિતરણ કર્યું હતું