ભાવનગરમાં ટેમ્પલ બેલના ચાલકો સાથે થયેલી ગેરવર્તણૂકના વિરોધમાં નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે, વિરાણી સર્કલ પાસે ડોર-ટુ-ડોર કચરાની ગાડી મોડે પહોંચતા ઉશ્કેરાયેલા વ્યક્તિએ ગાડીના ચારેય ટાયરમાં છરી મારી ટાયર કાપી નાખ્યા હતા.ને ઘટનાના પગલે આશરે 170 કચરા ગાડીઓ બંધ કરી ચાલકો દ્વારા હડતાળ પર ઉતરી ગયા છે. કામદારોએ સુરક્ષાની માંગ છે કે તેમને સુરક્ષા મળવી જોઈએ અને હરકત કરનાર ઇસમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ.