મહુવા: મહુવાની સગીરાનું અપહરણ, હરિયાણાથી સુરક્ષિત પરત લાવી પોલીસે વાલીઓને સોંપી
મળતી માહિતી મુજબ મહુવા ગ્રામ્ય વિસ્તારની એક સગીર વયની બાળકી ફ્રી ફાયર ગેમ રમતી વખતે હરિયાણાના સોનીપત જિલ્લાના એક સગીર યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ મારફતે સતત વાતચીત શરૂ થઈ હતી અને સંપર્ક વધુ ગાઢ બન્યો હતો. ગત 20 મેના રોજ બાળકી ગુમ થતાં તેના પરિવારજનો દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સગીર યુવક હરિયાણાના