પુણા: ઉધનામાં ત્રણ વર્ષના બાળકના અપહરણ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીનું રિ કન્ટ્રક્શન
Puna, Surat | Oct 31, 2025 29 ઓક્ટોબરે ઉધના ધર્મયુગ સોસાયટી નજીક આવેલા પ્લોટ નંબર 55 પાસેથી ત્રણ વર્ષના માસુમ બાળકના અપહરણ કેસમાં આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખની ઉધના પોલીસે ધરપકડ કરી હતી.ધરપકડ બાદ શુક્રવારના સમી સાંજે ઉધના પોલીસ દ્વારા આરોપીને જોડે રાખી ઘટનાનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીએ જે સ્થળ પરથી બાળકનું અપહરણ કર્યું હતું ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાનું પંચનામું અને રિ કન્ટ્રક્શન કરાયું હતું.જ્યાં આગળની વધુ કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી છે.