નડિયાદ: ડિ માર્ટથી ઉત્તરસંડા થઈ ભૂમિલ માર્ગ નું રીકાર્પેટિંગ કરવામાં આવશે : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આપી માહિતી.
નડિયાદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગની મરામત બાદ હવે ડીમાર્ટથી ઉત્તરસંડા અને ભુમેલને જોડતો માર્ગ પણ નવેસરથી રીકાર્પેટ કરવામાં આવશે. વર્ષ 2018માં બનેલો આ માર્ગ સતત વાહનવ્યવહાર અને લાંબા સમયના કારણે તૂટી ગયો છે. ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ ન થાય તે માટે તેમના અંગત રસથી આ કામ હાથ ધરવામાં આવશે. સાંસદ દેવુસિંહ ચૌહાણે કેન્દ્રમાં રજૂઆત કરી છે અને મંજૂરી મળતાં જ રીકાર્પેટીંગની કામગીરી શરૂ થશે.