વડોદરા: જવેલરી શોપમાં જાવ છો તો સાવચેતી રાખવાની જરૂર,સિનિયર સીટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ
વડોદરા : ખાસવાડી સ્મશાન પાસેથી પોલીસે શંકાસ્પદ ઓટો રીક્ષા સાથે વાડીનો ચાલક મોહમ્મદ યુનુસ અને મૂળ મહારાષ્ટ્રની અને વાઘોડિયા ચોકડી પાસે રહેતી કાલીબેનની અટકાયત કરી હતી તેમની પાસેથી મળી આવેલ વિવિધ સોનાના દાગીના અંગે પૂછપરછ કરતા મહિલાએ રીક્ષા ચાલક સાથે ભેગા મળીને રિક્ષામાં બેઠેલી મહિલાઓને બાનમા લઈ દાગીનાની ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું.તપાસમાં ચાર જેટલા ગુનાઓ આચર્યા હોવાની હકીકત સામે આવી હતી.જેથી બંનેની અટકાયત કરી પોલીસે આગળની તપાસ હાથધરી છે.