હાલોલ: પાવાગઢ ના પગથીયા પરથી ખળખળ વેહતું થયું પાણી,માતાજીના ભક્તોએ મન મૂકીને પ્રાકૃતિક સૌંદર્યને માણ્યું
પચમહાલ જિલ્લામા કમોસમી વરસાદને લઈને યાત્રાધામ પાવાગઢ ખાતે પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તા.28 ઓક્ટોબર મગળવારની આરભ થતી રાત્રીના સમયે પાવાગઢ ડુગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને મોજાની જેમ વેગીલા પ્રવાહ સાથે પગથિયા ઉપર પાણી વહેતા થયા હતા જેનો વિડિઓ સામે આવ્યો છે.ત્યારે યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢમા આવેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓએ ડુગર ઉપર ચારે બાજુ ખીલી ઉઠેલી પ્રાકૃતિક સુંદરતા ને જોતા ઠડા પવનો વચ્ચે આહલાદક વાતાવરણનો નજારો માણ્યો હતો