જૂનાગઢ: દિવાળીના તહેવાર પહેલા માર્કેટિંગ યાર્ડ સોયાબીન છલકાયું, સોયાબીનના દરરોજ 10 હજાર થી વધુ કટ્ટાની આવક
દિવાળીના તહેવાર પહેલા જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો થયો છે. સોયાબીન મગફળી ધાણા તલ સહિતની જણસીની આવક નોંધાય છે જેમાં સૌથી વધુ 10,000 કરતાં સોયાબીનની આવક નોંધાય હતી જેના પ્રતિમણ 800 થી 850 જ્યારે મગફળીની પણ 2500થી વધુ કટ્ટાની આવક નોંધાય છે જેના 800 થી 1000 જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જ્યારે ખેડૂતોને હાલ જણસીના સારા એવા ભાવ મળતા હોવાથી ખેડૂતો ખુશ ખુશાલ થયા છે.