દસાડા તાલુકાના વિશાવડી ગામે મનરેગા યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ લતાબેન પટેલના હસ્તે રિબિન કાપીને પંચાયત ઘરને ગ્રામજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.