આજે તારીખ 29/12/2025 સોમવારના રોજ બપોરે 3 કલાકે મળતી વિગતો મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં છેલ્લા બે દિવસથી રખડતા કૂતરાઓના ત્રાસ અને તેમની સંખ્યામાં થયેલા રહસ્યમય વધારાને કારણે નગરજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નગરના ગલી-મહોલ્લાઓથી લઈને મુખ્ય માર્ગો પર હવે કૂતરાઓના મસમોટા ટોળા જોવા મળી રહ્યા છે, જે રાહદારીઓ અને ખાસ કરીને નાના બાળકો તેમજ વૃદ્ધો પર હુમલો કરવા દોડી રહ્યા છે.