ઝઘડિયા: ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે સોના-ચાંદીના વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું .
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી ઉમલ્લા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ વાઘેલા દ્વારા નગરના સોના-ચાંદીના વેપારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને ખાસ કરીને સોના-ચાંદીના વેપારીઓએ વિશેષ તકેદારી રાખવી જોઈએ તે અંગે પીઆઈ વાઘેલાએ ભાર મૂક્યો હતો.