આણંદ શહેર: આણંદના દેવરાજપુરા પાસે ઈલેક્ટ્રીક હાઈટેન્શન લાઇનના ટાવર પોલ ઉપર ચઢેલ વ્યક્તિને ફાયર વિભાગે હેમખેમ નીચે ઉતાર્યો
કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં ટેલીફોનીક રેસ્ક્યું કોલ મળેલ ગાના - દેવરાજપૂરા રોડ પર આવેલ રાજાભાઈ ભરવાડના કૂવા પાસે 400 KV ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઈનનાં ટાવર પોલ પર એક વ્યક્તિ અગમ્ય કારણોસર ટાવરની ટોચ ઉપર ચડી ગયેલ. જ્યાં આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલ ઉપર ચડેલા વ્યક્તિને હેમખેમ નીચે ઉતારવામાં આવ્યો