ગાંધીધામ: કાસેઝ ગેટ સામેની 3 દુકાનમાં આરી દેખાડીને લૂંટ,દુકાનદારને આરી ફટકારી,હાથમાં લાગતા ઇજા;બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો
ગાંધીધામ શહેરના કાસેઝના લાલ ગેટ પાસે કરિયાણાની બે તથા શાકભાજીની દુકાનમાં ઘૂસી કિડાણાના ગની ચાવડાએ ધાકધમકી કરી આરી (કરવત) બતાવી ત્રણ ગલ્લામાંથી રૂા. 11,200ની લૂંટ કરતા શખ્સ સામે બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.