મહુવા: મહુવા–સોમનાથ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત
ભાવનગર જિલ્લાના મહુવા–સોમનાથ નેશનલ હાઈવે પર માઢીયા નજીક ગુરુવાર, તા. 30 જુલાઈ 2026ની રાત્રે અંદાજે 10:00 વાગ્યે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક ચાલકે કારને ટક્કર માર્યા બાદ કારને કેટલાય કિલોમીટર સુધી ઢસડી હતી. અકસ્માતના કારણે કારને ભારે નુકસાન થયું હતું, જ્યારે કાર ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે મહુવાની મોહન જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હ