વિજાપુર: વિજાપુર પુસ્તકાલયખાતે ગ્રંથાલય સપ્તાહમાં વાનપ્રસ્થ આશ્રમની મુલાકાત: વાચક વડીલોનું શાલ અઢાડી સન્માન કરાયું
વિજાપુર તાલુકા પુસ્તકાલય દ્વારા ગ્રંથાલય સપ્તાહની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.આ સપ્તાહ દરમ્યાન વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ક્વિઝ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધાવાચકોને પ્રોત્સાહન કાર્યક્રમ સહિત અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 20મીતારીખે યોજાયેલા ક્વિઝ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો,જ્યારે 21મી તારીખે શુક્રવારે ત્રણ કલાકે સમાપન ને લઈ વડીલો નું સન્માન કરવામા આવ્યું હતુ.