ખેરાલુ: 2 ગલુડિયા અને માદા શ્વાનને મોતને ઘાટ ઉતારનાર કોબરા સાપ શાંતિ નિકેતન નજીકથી રેસ્ક્યૂં કરાયો
ખેરાલુ બસ સ્ટેશન નજીક આવેલી શાંતિ નિકેતન સોસાયટીના રહીશો દ્વારા સાપ પકડનારાને કોલ કરાતા સાપ રેસ્ક્યૂં કરાયો હતો. રેસ્ક્યૂં થયા પહેલા મહાકાય કોબરા સાપે 1 માદા શ્વાન અને તેના 2 બચ્ચાને મોતને ઘાટ ઉતાર્યા હતા. બચ્ચાઓ પર હુમલો થતાં માદા શ્વાને તેને બચાવવાની કોશિશ કરતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાપ પકડનારે આવીને 2 ગલુડિયા અને માદા શ્વાનને શિકાર બનાવનાર આશરે 7 ફુટના ઝેરી કોબરાને પકડી જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો..