શહેરા: શહેરા તાલુકાના સૌથી મોટા ચાંદણગઢ ગરબા મહોત્સવમાં આઠમા નોરતે ખેલૈયાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું
શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ ચાંદણગઢ ખોડલ ધામ ખાતે આઠમા નોરતે ગરબાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું,જ્યાં ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાડાના ગીતોના તાલે અને ઢોલના ધબકારે ખેલૈયાઓ હિલોળે ચઢ્યા હતા અને મોડી રાત સુધી ગરબે ઘૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી.