કાંકરેજ: બુકોલી ખાતે દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ માટે અશ્વદોડ યોજાઈ
કાંકરેજ તાલુકાના ખાતે કોટડીયા વીરના સાનિધ્યમાં દર વર્ષે અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ માટે અશ્વદોડ યોજાય છે જેમાં દૂર દૂરથી અશ્વ લઈને અશ્વસવારો આવે છે જો કે તેમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો પણ ઉમટી પડે છે ત્યારે આજે 12:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે આ અશ્વદોડ સુખરૂપ સંપન્ન થઈ હતી.