પાલીતાણા ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી બી.એલ. વર્માના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.આ કેમ્પમાં ૩૬૬ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૫૯.૧૨ લાખની કિંમતના ૭૩૭ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ ADIP યોજના અને GMDCના CSR અંતર્ગત યોજાયો, જેમાં દિવ્યાંગજનોને સ્વાવલંબી અને સ્વમાનભેર જીવન જીવવા પ્રેરણા અપાઈ.