તળાજા: ત્રાપજ હાઈવે પર દુઃખદ અકસ્માત, ગૌરક્ષક ટીમની કામગીરીને સ્થાનિકોએ બિરદાવી
ભાવનગર જિલ્લાના તળાજા-ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ ગામ નજીક એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ગૌવંશનું કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, હાઈવે પરથી પસાર થઈ રહેલા એક ફોર વ્હીલર વાહન સાથે ગૌવંશ અથડાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ગૌવંશ માર્ગ પર પડ્યો રહેતા વાહનવ્યવહારને પણ અસર થવાની શક્યતા ઊભી થઈ હતી. બનાવની જાણ થતાં જ એકતા એ જ લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ, તળાજાના સભ્યો તાત્કાલિક ઘટના