શહેરમાં વરસામેડી નજીક વેલ્સપન કંપની પાસે આવેલી કેનાલમાં કોઈ વ્યક્તિ ડૂબી ગયો હોવાની બાબત તંત્રમાં જાણ કરવામાં આવતા રાત્રે ભુજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેસ્કયુ સાધનોની મદદથી વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. જયાંથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.આ કામગીરીમાં ભગતસિંહ જાડેજા, ઋષિ ગોર, પ્રતિક મકવાણા, દક્ષ ભટ, જય ઠક્કર, રફીક ખલીફા, સાહિલ પટ્ટણી જોડાયા હતા