સાવરકુંડલા: સિંહોના સામ્રાજ્યમાં દીપડાની દહેશત,સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે રહેણાંકી મકાનમાં દીપડાના આંટાફેરા
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. શિવ મંદિરના પૂજારી નિત્યાનંદ બાપુના ઘરના ફળિયામાં દીપડો ઘુસી આવ્યો હતો, પરંતુ ઘરના શ્વાનના ભસવાથી દીપડો નાસી છૂટ્યો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગામલોકોએ દીપડાને પાંજરે પુરવા તંત્રને માંગ કરી છે.