આરટીઓ વિભાગમાં મોટર વાહન નિરીક્ષક વર્ગ-2 તરીકે ફરજ બજાવતા 41 અધિકારીને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી/ સહાયક વાહન વ્યવહાર નિયામક વર્ગ-2 તરીકે બઢતી આપી નવા સ્થળે નિમણૂકનો હુકમ કરાયો છે. ભુજ આરટીઓ કચેરીના અધિકારી પ્રદિપસિંહ વાઘેલાની વડોદરા આરટીઓ કચેરીમાં નિમણુંક કરાઇ છે તેમજ અંજાર આરટીઓ કચેરીના વિશાલ સુરેશભાઈ ચૌહાણની નવસારીમાં બદલી કરાઈ છે. જ્યારે ભરૂચ આરટીઓથી પાર્થ ગોવિંદભાઈ ગઢવી અને અમદાવાદ આરટીઓથી ચિરાગ ઈશ્વરલાલ મહેરાની ભુજમાં નિમણૂક કરાઈ