કડી: કડી તાલુકાના કડી,બાવલું અને નંદાસણ પોલીસ સ્ટેશનનાં મળી કુલ 65 પોલીસ કર્મચારીઓની જિલ્લા પોલીસ વડાએ સાગમટે આંતરિક બદલી કરી
Kadi, Mahesana | Nov 21, 2025 મહેસાણા જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ ગઈ તારીખ 20 નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાના કુલ 747 પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓનો આદેશ કર્યો હતો.આટલી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની એકી સાથે બદલી થતા જિલ્લાભર નાં પોલીસ કર્મચારીઓમાં ખડખડાટ મચી ગયો હતો.મહેસાણા જિલ્લામાં SMC ની રેડ બાદ બદલીઓ કરવાનો નિર્ણય લેવાતા અનેક તર્કવિતર્ક.એકજ પોલીસ સ્ટેશનમાં 3 અને 5 વર્ષ પુરા થયાં હોય તેવા તમામ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી.