ઓલપાડ: ઓલપાડ ચારરસ્તા ખાતે ભારત માતા મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
Olpad, Surat | Dec 14, 2025 સુરતના સાંસદ મુકેશ દલાલે ઓલપાડ ટાઉન ખાતે ભારત માતા મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ પર વોટ ચોરીના મુદ્દે દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો.સાંસદ દલાલે જણાવ્યું કે વિપક્ષ દાવો કરે છે કે તેમને બોલવા દેવામાં આવતા નથી. જોકે, વાસ્તવિકતા એ છે કે| જ્યારે તેમને સંસદમાં બોલવાનો સમય મળે છે, ત્યારે તેઓ બિનજરૂરી વાતો કરીને સમય બગાડે છે અને સંસદમાંથી વોકઆઉટ કરી જાય છે.