અંજાર: નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં અડચણરૂપ હોય તેવા દબાણોને દૂર કરાયા
Anjar, Kutch | Nov 3, 2025 અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયાની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ અંજાર શહેરના વિવિધ વિસ્તારોમાં જે અડચણરૂપ બની રહ્યા હોય તેવા દબાણોને નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આવા ચૌદ જેટલા દબાણો આજ રોજ સવારથી સાંજ સુધી સતત કડક કાર્યવાહી સાથે દૂર કરવામાં આવ્યા હતા. હજુ પણ જેમને નોટિસ આપવામાં આવી છે તે તમામ અડચણરૂપ દબાણો ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે તેવી નગરપાલિકા દ્વારા તાકીદ આપવામાં આવી છે.