પંચમહાલ ACB દ્વારા ભ્રષ્ટાચારી તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પાનમ સિંચાઈ પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઈજનેર સ્નેહલકુમાર શાહ સામે આવક કરતાં વધુ મિલકત ધરાવવા બદલ ગુનો નોંધાતા સરકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તપાસમાં અધિકારી પાસે તેમની કાયદેસરની આવક કરતાં 74% થી વધુ અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યું છે. 11 વર્ષના કાર્યકાળની તપાસ ACB દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં વર્ષ 2004 થી 2015 દરમિયાનના સમયગાળાને ધ્યાને લેવામાં આવ્ય