વલસાડ: તાલુકામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો
Valsad, Valsad | Oct 27, 2025 સોમવારના 6 કલાકે શરૂ થયેલા વરસાદની વિગત મુજબ વલસાડ તાલુકામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ કાળા ડિબાગ વાદળો છવાયા બાદ વીજળીના ચમકારા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વલસાડ તાલુકામાં આપવામાં આવી છે. જેના પગલે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોના જનજીવન પર અસર પહોંચી છે.