રાણપુર: રાણપુર પાસે ખસ રોડ ઉપર કેનાલમાં નીલગાય પડી જતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
Ranpur, Botad | Sep 15, 2025 બોટાદ જિલ્લાના રાણપુર નજીક ખસ રોડ પર નર્મદા કેનાલમાં નીલ ગાય પડી ગઈ હતી જ્યારે ધસમસતા કેનાલના પાણીમાં નીલગાય પડી ગઈ હોવાની જાણ રાણપુર તાલુકા RFO હંસાબેન ચૌહાણને થતા તેઓએ ફોરેસ્ટર એમ.જે.પરમાર સહિતના અધિકારીઓને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને જીવના જોખમે નર્મદા કેનાલના પાણીમાં ઉતરીને નીલ ગાયનું રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી જેને લઈને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી