ભરૂચ: ભરૂચ એસ.ઓ.જીએ ભરૂચ જિલ્લાના બે અલગ અલગ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જી.એ વોચ ગોઠવી હતી.અને બાંગ્લાદેશથી કલકત્તાથી ગોવા અને સુરત થઈ ભરૂચ ખાતે છેલ્લા પાંચ મહિનાથી રહેતા બાંગ્લાદેશીને ઝડપી પાડી પાડ્યો હતો.જ્યારે આવી જ રીતે આમોદ પોલીસ મથકની હદમાંથી અન્ય બે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડી હતી.