અંજાર: ગાંધી ફળિયામાં વૃદ્ધે કરી આત્મહત્યા
Anjar, Kutch | Sep 15, 2025 અંજારના ગાંધી ફળિયામાં રહેનાર ધીમંત સોમૈયા નામના વૃદ્ધ ગઇકાલે સાંજે પોતાના ઘરે હતા, ત્યારે અકળ કારણોસર તેમણે ટોઇલેટ ક્લીનર ગટગટાવી લીધું હતું. તેમને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.