વલસાડ: તિથલ રોડ પર આવેલ જેપી શ્રોફ આર્ટસ કોલેજમાં નવરાત્રી સાંસ્કૃતિક મહોત્સવમાં સાંસદ ધવલ પટેલે હાજરી આપી
Valsad, Valsad | Sep 26, 2025 શુક્રવારના 2 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ સમગ્ર રાજ્યભરમાં નવરાત્રીની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વલસાડના તિથલ રોડ પર આવેલ જેપી શ્રોફ આર્ટસ કોલેજ ખાતે આજરોજ સાંસ્કૃતિક નવરાત્રી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહી આરતી કરી ગરબાની રમઝટ માણી