ગોધરા: શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે થેલેસેમિયા નાબૂદી અભિયાન અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ગોધરા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલના સહયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર ના મોદીના જન્મદિવસની ઉજવણી ને લઈ થેલેસેમિયા નાબૂદી અભિયાન અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલના કોલેજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગોધરાની બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યુટ ના બાળકો અને સ્ટાફ સભ્યો શ્રીશરદ શાહ કોલેજના વિધાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.