હાલોલ તાલુકાના હડબિયા ગામે માર્ગ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી છે. અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તને સ્થાનિક લોકોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તબીબોની પ્રાથમિક સારવાર દરમિયાન માથાના ભાગે ગંભીર ઈજા હોવાનું જાણવા મળ્યું હતું. વધુ સારવાર માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. હાલ ઇજાગ્રસ્ત ભાનમાં નથી અને તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે