દસાડા: પાટડી સેવાસદન ખાતે દસાડા ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન દ્વારા અપાયું આવેદન
હાલમાં અસહકાર ચળવળ અંતર્ગત નવેમ્બર માસનો જથ્થો ઉપાડવા ચલણ કે પેડ 1 નવેમ્બર નો જથ્થો વિતરણ નહીં કરવા અંગે દસાડા તાલુકામાં ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સતત તેઓને ઉપેક્ષા થઈ રહી હોય ત્યારે સંયુક્ત ઉપક્રમે સ્થગિત રાખેલ ગાંધીચીંધ્યા માર્ગ ચળવળ જેમાં વિતરણ બંધ રાખવા નિર્ણય કરાયો.