હાલોલ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એક યુવકે આજે શુક્રવારે વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં રહેતા ધ્રુવકુમાર કનુભાઈ પરમારે આજે હાલોલ ખંડીવાળા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં મોતનો ભૂસ્કો માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ હાલોલ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી છે જ્યારે નહેરમાં પાણીનો ભારે પ્રવાહ હોવાના કારણે શોધખોળમાં અડચણો આવી રહી હોવાનુ જાણવા મળ્યું છે.