ભિલોડા: ભિલોડામાં સેવા પખવાડિયા અંતર્ગત જૂના ભવનાથ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું.
ભિલોડા ખાતે સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજરોજ જૂના ભવનાથ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, ભિલોડા તાલુકા વિકાસ અધિકારી ચિન્તનભાઈ તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને ભિલોડા સંગઠનના કાર્યકરોએ હાજરી આપી હતી.